2018-19માં દેશની 42 શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોએ સંયુકત રીતે રૂ. 2.12 ટ્રિલિયનની લોન રાઈટ ઓફ કરી

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની ૪૨ શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોએ સંયુકત રીતે રૂપિયા ૨.૧૨ ટ્રિલિયનની લોન્સ રાઈટ ઓફ કરી નાખી હતી, એમ નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલા આંકડા જણાવે છે. તે અગાઉના નાણાં વર્ષમાં રાઈટ ઓફ્ફ કરાયેલી લોન્સનો આંક રૂપિયા ૧.૫૦ ટ્રિલિયન રહ્યો હતો.

પોતાની બેલેન્સશીટસને ચોખ્ખી દર્શાવવા બેન્કો સામાન્ય રીતે નોન પરફોર્મિંગ એસેટસને પોતાના ચોપડામાંથી સામાન્ય રીતે રાઈટ ઓફ્ફ કરી નાખે છે. આમ કરવાથી લાયાબિલિટીઝ અને શકય ખોટ ઘટી જાય છે.

રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ પ્રમાણે, ચાર વર્ષની સમાપ્તિ પર બેન્કોએ  જોગવાઈ કરાઈ હોય તે સહિતની તેમની દરેક એનપીએને પોતાના ચોપડામાંથી રાઈટ ઓફ્ફ કરી નાખવાની રહે છે.  નાણાં વર્ષ ૨૦૧૪-૧૫થી અત્યારસુધીમાં બેન્કોએ રૂપિયા ૫.૭૦ ટ્રિલિયનની બેડ લોન્સને રાઈટ ઓફ્ફ કરી છે.

દેશની ૨૧ જાહેર ક્ષેત્રની બેન્કોને સંબંધ છે ત્યાંસુધી, માંડી વળાયેલી બેડ લોન્સની રકમ સતત વધતી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં આ બેન્કોએ કુલ રૂપિયા ૧.૯૦ ટ્રિલિયનની બેડ લોન્સ રાઈટ ઓફ્ફ કરી હતી, જે શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોની કુલ રકમના ૯૦ ટકા જેટલી હતી. ૨૦૧૪-૧૫માં કરાયેલી રાઈટ ઓફ્ફની સરખામણીએ આ આંક ચાર ગણો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news