3 લાખ લોકોને રોજગારી આપીશ, પોતાના જન્મદિવસે સોનુ સુદે કરી જાહેરાત

કોરોના કાળમાં હજારો લોકો સુધી મદદનો હાથ લંબાવનાર ફિલ્મ સ્ટાર સોનુ સુદનો આજે જન્મ દિવસ છે.

જોકે સોનુ સુદે બર્થ ડેના દિવસે પણ સમાજસેવા ચાલુ રાખવાનુ એલાન કર્યુ છે.સોનુ સુદે જાહેર કર્યુ છે કે, પ્રવાસી મજૂરોને 3 લાખ નોકરીઓ આપવામાં આવશે.

સોનુએ સોશ્યલ મીડિયા પર ટ્વિટ કર્યુ હતુ કે, મારા જન્મ દિવસે મારા પ્રવાસી ભાઈઓ માટે 3 લાખ નોકરીઓ …જેમાં તમામને સારો પગાર અને પીએફ અને ઈએસઆઈના લાભ મળશે.સોનુએ આ જાહેરાતની સાથે સાથે કેટલીક કંપનીઓનો પણ આભાર માન્યો છે.

દરમિયાન સોશ્યલ મીડિયા પર સોનુના ચાહકો શુભેચ્છાઓ આપીને અને તેની લાંબી ઉંમર માટે કામના કરીને જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.સોનુના ચાહકો કહી રહ્યા છે કે, તુ સાચા અર્થમાં સુપર હીરો છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સોનુ સુદે ફસાઈ ગયેલા હજારો મજૂરોને ઘરે મોકલવા બસોની વ્યવસ્થા કરી હતી.તાજેતરમાં સોનુએ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ચાર્ટર વિમાન પણ મોકલ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news