પંજાબના અમૃતસરમાં ગુરુ નાનક હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ..

  પંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની ગુરુ નાનક હોસ્પિટલમાં આગ લાગી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ છે. દર્દીઓ બહાર આવી શકતા ન હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, આગ એટલી ઝડપથી લાગી કે કોઈને બહાર નીકળવાની તક મળી ન હતી. દર્દીઓમાં હોબાળો મચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

  હોસ્પિટલ પાછળ આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને પહેલા એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, પછી બીજામાં આગનો ધુમાડો જોતા જ આખી હોસ્પિટલમાં ફેલાઈ ગયો, જેના કારણે દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો અને તેઓ તેમના સ્વજનો સાથે બહાર રોડ તરફ દોડી ગયા.

  હોસ્પિટલના વિવિધ વોર્ડમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા, જેઓ બહાર દોડી આવ્યા હતા. દર્દીઓના જણાવ્યા અનુસાર આ આગના ધુમાડાને કારણે તેમને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો, પરંતુ કોઈએ તેની મદદ ન કરી અને તેઓ જાતે જ બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો.

  માહિતી બાદ ફાયર વિભાગ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ પહોંચી ગયા હતા. ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાં સુધીમાં ઈમારત સંપૂર્ણપણે બળી ગઈ હતી. કેબિનેટ મંત્રી હરભજન સિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.