વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી,અજાણ્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈકચાલકનું મોત…

ગુજરાત માટે આજે રવિવારનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. કારણ કે આજે બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.અને જેમાં એક અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

જ્યારે આ અકસ્માતમાં મહિલાના પતિનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતા હાઈવે પર 10થી 15 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો.અને તમને જણાવી દઇએ કે, આ અકસ્માતમાં વાહનચાલક ફરાર થઇ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.