રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજવામાં આવી જેમાં ગૃહમંત્રી અને પોલિસ અધિકારીઓ હાજર રહ્યા..

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે.. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે..રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ગત રોજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચન અધિકારી જગન્નાથ મદિર પહોંચ્યા હતા..ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી..અને મહંતના આશીર્વાદ લીધા છે અને ગૃહમંત્રી એ આ વર્ષે ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળશે તેવી જાહેરાત કરી હતી અને લાખો ભક્તો રથયાત્રામાં જોડાશે તેવું જણાવ્યું હતું.

145મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની વ્યવસ્થા અને પોલીસ સુરક્ષાને લઈને બેઠક પણ યોજી હતી..જો કે ગૃહમંત્રી અચાનક જગનાથ મંદિર આવી પહોંચતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા..જેમની સાથે અડધો કલાક સુધી મિટિંગમાં અનેક ચર્ચાઓ કરી હતી અને જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર પ્રેમવિરસિંહ, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, સેક્ટર 1 જેસીપી આર.વી.અસારી, સેકટર-2 જેસીપી ગૌતમ પરમાર,તમામ ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા..જે અધિકારી ઓ સાથે સુરક્ષા લઈ સમગ્ર ચર્ચા કરી હતી પરંતુ આ વર્ષ ભાવિ ભક્તો સંખ્યામાં વધારો થવાની શકયતાને લઈ પોલીસ વિભાગ હાલ સતર્ક થઈ ગયું છે..જો કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય માટે પોલીસ વિભાગની માઈક્રો પ્લાનિંગ તૈયારીઓ શરૂ કરી દીધી છે..જો કે 14 જુને રિવરફ્રન્ટ ઘાટ પર થનારી જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાશે તેવું કહ્યું છે..સાથે જ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા લઈ તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.