શહેરમાં સૂટ શેરવાનીના વેપારી પાસે રૂા.10 લાખની ખંડણી મંગાઈ .

ભાવનગર શહેરમાં રહેતા અને આંબાચોકમાં ‘દુલ્હા ફેશન’ નામની સૂટ-શેરવાનીની દુકાન ધરાવતા વેપારીને તેમના વિસ્તારમાં જ રહેતા ઈસમે મોબાઈલમાં ટેકનીક અજમાવી વેપારી પાસેથી રૂા.10 લાખની ખંડણી માંગી રૂપિયા નહિ પહોંચાડાય તો તેમના દિકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગંગાજળિયા તળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના ભીલવાડા સર્કલ, બીલાલ મસ્જિદની સામે અલમદીના સોસાયટી ટેનામેન્ટ નં.2માં રહેતા અને શેલારશા ચોક, સવાઈગરની શેરી, આંબાચોક ખાતે દુલ્હા ફેશન નામની સૂટ-શેરવાનીની દુકાન ધરાવતા મહમદ રફીકભાઈ હારૂનભાઈ મુલતાનીના મોબાઈલમાં ભીલવાડા સર્કલમાં જ રહેતા સાજીદ ઉર્ફે બાપુ સીદીકમીયા સૈયદે કોઈ ટેકનીક દ્વારા વેપારીના મોબાઈલમાં તેનોજ મોબાઈલ નંબર આવે તેમજ તેના નંબરમાં તેની પત્નીનો મોબાઈલ બતાવે તેવી ટેકનીક દ્વારા વેપારીને વારંવાર ફોન કરી તે બહુ પૈસા ભેગા કરી લીધા છે તેથી મને પણ રૂા.10,00,000/- (દસલાખ)ની ખંડણી આપી દેજે નહીંતર તેના દિકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગંગાજળિયા તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આમ દુલ્હા ફેશન નામની દુકાનના માલીકને તેમના જ વિસ્તારમાં રહેતા ઈસમે દસ લાખ આપવા ધમકી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.