દ્વારકા વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે, નવજાત બાળકીને રસ્તા પર ફેંકી દેવામાં આવી..

રાજ્યમાં એક શરમજનક ઘટના સામે આવી છે અને જેમાં નવજાત શિશુને ત્યજી દેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દ્વારકા વિસ્તારમાંથી એક નવજાત શિશુ રોડ પરથી મળી આવ્યું છે અને પોલીસને જાણ કર્યા બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ પછી પોલીસે બાળકના માતા-પિતાની શોધ શરૂ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના સલાયા વિસ્તારમાંથી આ શરમજનક ઘટના સામે આવી છે. સલાયામાં ત્યજી દેવાયેલા પારણામાંથી નવજાત બાળક મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારના જસરાયા ચોકમાં રોડ પરથી એક નવજાત બાળકી મળી આવી હતી અને ત્યજી દેવાયેલ બાળક રસ્તા પર પડેલું હોવાની પોલીસને જાણ થતાં સલાયા મરીન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી બાળકને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખંભાળિયા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક સારવાર બાદ બાળકને જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે નવજાત શિશુની માતા અને પરિવારની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.