મહિલાનાં શરીર પર મધમાખીનું ઝૂંડ વિટળાયું ; પછી બોનેટ પર સુવડાવીને માખીઓ ઉડાડવી પડી.

ગુજરાતના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ના ભરવાડ પરિવારની એક મહિલા ચોગઠ રોડ પરની પોતાની વાડીએ જતા વાડીના એક ઝાડ ઉપર રહેલ મધમાખીનો એક આખો મધપૂડો માખીઓ સહિત મહિલાના માથે પડ્યો. થોડાક જ સમયમાં મધમાખી નું મોટું જૂથ મહિલાના માથા સહિત આખા શરીરે વિંટળાઈ ગયું હતું.

મહિલા આ મધમાખીઓના પાટણ થી બચવા પોતાના હાથ માથા ઉપર આમતેમ ફેરવા લાગી. રસ્તા પરથી પસાર થતા વાહનો ઉભા રાખવા ફાફા મારવા નું શરુ કર્યું. પરંતુ મધમાખીઓનો મોટા સમૂહને જોઈ કોઈ પણ વાહન ચાલકની આ મહિલાની મદદ કરવાની હિંમત થઇ નહીં.

તે સમયે ઉમરાળા હાઇસ્કૂલના આચાર્ય ગોહિલ કાર લઇને તેમના ત્રણ શિક્ષકો સાથે ભાવનગર થી ઉમરાળા તરફ જતા હતા. તેમણે મહિલાને કારના બોનેટ પર સૂવડાવીને કાર ચોગઠ તરફ હંકારી.કાર ચાલતાં પવન લાગવાથી મધમાખીઓ ઉડીને ભાગવા લાગી. અંતે મહિલાનો છૂટકારો થયો. રાણી મધમાખીઓએ મહિલાને ૩૦૦ જેટલાં ડંખ માર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news