અરે બાપ રે..ધાટલોડિયાની બેકરીમાંથી એકસાથે ૩ મૃતદેહો મળ્યાં. મોતનું કારણ અકબંધ.

અમદાવાદ શહેરનાં ધાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતી બેકરીમાંથી એકસાથે ૩ પરપ્રાંતીય મજૂરોના મૃતદેહ મળી આવવાનાં કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, શહેરનાં ધાટલોડિયા વિસ્તારોમાં આવેલા ગોપાલનગર સ્થિત UK’S નામની પફ બનાવતી બેકરીમાં કામ કરતાં ૩ મજૂરોના મૃતદેહ મળી આવતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

જે બાદ પોલીસ કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો. મૃતકની ઓળખ હસન, ઈબ્રાહીમ, અને અસ્લમ તરીકે થઈ છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રમાણે ત્રણેય મજુરોનું ગૂંગળામણ થઈ જવાનાં કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news