ગુજરાતમાં આણંદ નજીક થયો ત્રિપલ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળ ઉપર જ મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આણંદમાં સોજીત્રા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં આણંદના સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. સોજીત્રાના દાઢી ચોકડી પાસે ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ઘટનામાં માર્યા ગયેલા ચાર લોકો સોજીત્રા ગામના રહેવાસી છે અને અન્ય બે બોરિયાવી ગામના રહેવાસી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના સોજિત્રામાં રક્ષાબંધનની સાંજે એક મોટો અકસ્માત સર્જાયો છે અને આણંદના સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પછી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકો એક જ પરિવારના છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા ખાતે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવમાં સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, યોગેશકુમાર રાજુભાઈ ઓડ (રહે. બોરીયાવી), જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જાનવી બેન વિપુલભાઈ મિસ્ત્રી અને યશીનભાઈ મામદભાઈ વહોરા તમામ (રહે. સોજીત્રા) નો સમાવેશ થાય છે. સોજીત્રાના દાઢી ચોકડી પાસે અકસ્માતમાં 6 લોકોના મોત નિપજનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને ઘટના સમયે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે કાર ચાલક કિરીટ પઢિયારની ધરપકડ કરી છે. પોલીસે આઈપીસી 304 હેઠળ કેસ નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.