અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

અંકલેશ્વરના કોસમડી માર્ગ પર ટ્રક ની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

ભરૂચ જિલ્લામાં દીવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,જિલ્લા માં ખાસ કરી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ના બનાવોમાં સતત વધારો નોંધાતો હોય તેમ સામે આવી રહ્યું છે,રાત્રીના સમયે પૂરપાટ અને ગફલત ભરી રીતે દોડતા મોટા વાહનો ના પગલે કેટલાય લોકો ને જિંદગી ગુમાવવા નો વારો આવી રહ્યો છે,તેવીજ વધુ એક ઘટના અંકલેશ્વર,વાલિયા માર્ગ ઉપર થી સામે આવી છે,

અંકલેશ્વર,વાલિયા માર્ગ પર આવેલ કોસમડી ગામ નજીક ગત રાત્રીના સમયે એક લેલન ટ્રક નંબર HR,45,D 8896 ના ચાલકે ટ્રક ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા પર થી પસાર થતા સીડી ડીલક્ષ મો,સા નંબર GJ,16,AH 3118 ના ચાલક સુશાંકસિંગ રાજેશ્વરસિંગ ઉ,વ 32 રહે ગાર્ડન સીટી અંકલેશ્વર નાઓને અડફેટે લઇ તેઓને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા ભેગા થતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થયેલ ટ્રક ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.