આ છે BSNLનો સૌથી સસ્તો પ્લાન,આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે…..!!

BSNLને તેના પોર્ટફોલિયોમાં 49 રૂપિયાના સૌથી સસ્તા પ્લાનને રજૂ કર્યો હતો.

આમાં યુઝર્સને કોઈપણ નેટવર્ક પર કોલ કરવાની સુવિધા મળે છે. આ સિવાય આ પ્લાનમાં 100 મિનિટનું ટોકટાઈમ મળે છે. એટલે કે યુઝર્સ વેલિડિટી દરમિયાન 100 મિનિટ ફ્રી કોલિંગ કરી શકે છે. આ સાથે જ આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે.

એરટેલ અને વીઆઈ પાસે પણ સસ્તા પ્લાનમાં 19 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. તેમાં દરેક નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. સાથે જ બંનેના પ્લાનની વેલિડિટી 2 દિવસની છે.

જિયોએ 39 રૂપિયા અને 69 રૂપિયાના પ્લાન રજૂ કરીને જિયો ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ રિચાર્જ પ્લાનની લિસ્ટમાં વધારો કર્યો છે. આ બંને પ્લાનની વેલિડિટી 14 દિવસની છે અને તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. જોકે 39 રૂપિયાના આ પ્લાન દરરોજ 100 એમબી ડેટા મળે છે, આ સાથે જ આ પ્લાનમાં  JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloudનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news