આ વખતે જ નહીં દરેક વખતે ચૂંટણી જીતીને પ્રમુખ બનીશ : ટ્રમ્પની ડંફાસ

અમેરિકાની ચૂંટણીમાં આમ તો અનેક લોકો હાર જીતના દાવા કરતા હોય છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પે તો હદ કરી નાંખી. શનિવારે રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પે એવી ડંફાશ હાંકી હતી કે માત્ર આ વખતે જ નહીં બલકે દરેક ચૂંટણીમાં હું જ જીતીશ અને પ્રમુખ પણ હું જ બનીશ.

એક ચૂંટણી પ્રચારમાં તેમણે દાવો કર્યો હતો કે માત્ર આગામી  પ્રમુખની ચૂંટણી જ જીતીશ એવું નથી, બલકે આગામી તમામ ચૂંટણીઓ હું જ જીતીશ અને આ પદ પર ચાલુ રહીશ.

તેમણે રેલીમાં દાવો કર્યો હતો કે અમને ચૂંટણીના પરિણામની જરાય ચિંતા નથી, કારણ કે અમે આ ચૂંટણી તો જીતીજ ગયા છીએ. અમારી પાસે ચૂંટણીની પારદર્શિતા છે. હું માત્ર ચાર વર્ષ માટે જ પ્રમુખ નથી,

બલકે આગામી અનેક વર્ષો સુધી હું જ આ ખુરશી પર બેસીશ. જીતની હેટ્રિક બનાવીશ. તેમણે કહ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં આ ચૂંટણી ખુબ જ મહત્ત્વની સાબીત થશે.અમે ફરીથી સત્તામાં આવીશું. અમારા વહીવટી તંત્રે અમેરિકનોની અપેક્ષા મુજબ કામ કર્યું છે.

તો આ તરફ સેનેટર ડેવિડ પેરડુએ ઉપ પ્રમુખપદની ઉમેદવાર કમલા હેરિસના નામને ખોટી રીતે ઉચ્ચારતા તેમની વિરૂધૃધ લોકોનો ગુસ્સો ફુટી પડયો હતો.જ્યોર્જીયાના રિપબ્લિકન સેનેટરએ કમલા હેરિસના નામની મજાક ઉડાવી હતી અને વારંવાર તેઓ કહેતા હતા ‘કાહ -માહ- લાહ? કાહ માહ લાહા.. ભગવાન જાણે શું નામ છે.

મને તો ખબર જ પડતી નથી’એમ તેમણે હજારોની હાજરી વાળા એક સમારંભમાં કહ્યું હતું. આના કારણે કમલા હેરિસના સમર્થકો ગુસ્સે થયા હતા અને તેમણે સોશિયલ મીડિયામાં હેંશટેંગ શરૂ કર્યું હતું.

હેરિસના પ્રવકતા સબરિના સિંહે કહ્યું હતું ‘ હું તો સરળ રીતે આમ જ કહીશ કે જો તમે પૂર્વ સેનેટેર ડેવિડ પેરડુ ઉચ્ચાર કરી શકતા હોવ, તો તમે ‘ભવિષ્યના ઉપ પ્રમુખ કમલા હેરિસ’એમ પણ ઉચ્ચારી શકો છો.

પેરડુને વખોડી કાઢતા બિડેન પ્રચાર ઝુંબેશના  એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર આઉટ રીચના સંકલનકર્તા અમીત જાનીએ ‘મારૂં નામ…’ઝુંબેશ શરૂ કરી હતી. શનિવારે એવા અહેવાલ મળ્યા હતા કે પેરડુને જ્યોર્જિયામાં હેરિસનું આપમાન કરવા બદલ અનેક લોકોએ વખોઢી કાઢ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news