બારામુલા જિલ્લાના અનેક ઘરોમાં મોડી રાતે લાગી ભીષણ આગ,આગ લાગવાના કારણે આખા વિસ્તારમાં ડરનો માહોલ

જમ્મૂ કાશ્મીરના બારામુલા જિલ્લાના નૂરબાગ વિસ્તારના એક ઘરમાં મોડી રાતે આગ લાગી હતી. આગની લપેટોએ અન્ય અનેક ઘરોને પણ લપેટામાં લીધા બતા. મળતી માહિતી અનુસાર જ્યારે આગ લાગી ત્યારે અનેક લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આગ લાગવાના કારણે અનેક લોકો ઘરમાં જ ફસાઈ ગયા અને હાલમાં તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર બારામુલા જિલ્લાના નૂરબાગ વિસ્તારમાં મોડી રાતે એક ઘરમાં આગ લાગી હતી. આ પછી અનેક લપેટોએ આસપાસના અનેક ઘરોને નિશાન બનાવ્યા.

ઘટનાની સૂચના મળતાં જ ફાયરબ્રિગેડ આવી પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી.  ઘટનાનો વીડિયો પણ જાહેર થયો છે જેમાં આગનું ભયાનક રૂપ જોઈ શકાય છે. આગથી કેટલા ઘરોને કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ પણ લાગવી શકાય છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news