શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા,આગામી દિવસોમાં મંદિર બંધ રાખવાનો,લીધો છે નિર્ણય

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી દિવસોમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ ગત 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રી ખોડલધામ મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિસ્થિતિ હજુ પણ કાબુમાં ન હોવાથી 30 એપ્રિલ બાદ પણ શ્રી ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ જ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓએ નોંધ લેવી.

લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શ્રી ખોડલધામ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરાયું છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રી ખોડલધામ મંદિર બંધ રહેશે. આમ શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ મંદિરમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news