આ રાશિને મળશે ભાગ્યોદયની તક અને કરવી પડશે અચાનક મુસાફરી, જાણો આજનુ રાશીફળ

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી છે. ઓમ રીં શ્રીં સોમપ્રદાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. આજે ખીર અને રોટલીનું ભોજન દાન કરવાથી પુણ્ય મળશે. શક્ય હોય ત્યાં સુધી વડીલોના આર્શીવાદથી કામની શરૂઆત કરવી.
આજે મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે.

આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)

લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારુ જણાશે. કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન (ક.છ.ઘ.)

વેપાર ધંધામાં સારા લાભ જણાશે. નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે. બઢતીની ઉત્તમ તક મળશે. પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક (ડ.હ.)

પારીવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાશે. કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ  (મ.ટ.)

મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. નોકરી ધંધામાં ધ્યાન આપવુ પડે. ઉદ્યોગ વેપારમાં અનુકૂળતા જણાશે. સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે.

કન્યા  (પ.ઠ.ણ.)

મામા મોસાળથી લાભ થશે. વાણી વર્તનમાં કાળજી રાખવી. સગાવહાલાથી પરેશાની જણાશે. જુની

સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા (ર.ત.)

મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે. આર્થિક બાબતે લાભ જણાશે. ભાગ્યોદયની ઉત્તમ તક મળશે. તબીયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)

ભાગીદારીના કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી

સાચવવું. લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે. ધીરજથી કામની શરૂઆત કરવી. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે.

અચાનક બહારગામ જવાનું થાય..

મકર (ખ.જ.)

વેપારમાં નવી યોજના સફળ બનશે. નવા લોકોની મુલાકાતથી લાભ થાય. દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ (ગ.શ.ષ.સ.)

સામાજીક આર્થિક બાબતે સહકાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. કરેલી મહેનત સારુ ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.)

ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરીમાં યશના અવસરો મળશે. પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે. સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news