આજે સર્જાયો છે અદ્ભૂત સંયોગ,આસમાનમા થનારી આ અદભૂત ઘટનાને જોવા માટે લોકો…….

આજે સૂર્યગ્રહણ સમયે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની બરોબર વચ્ચે જોવા મળશે અને વલયાકાર સૂર્યગ્રહણ યોજાશે. 26મેનાા રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ યોજાયું હતું. તો જાણો આજે ગ્રહણ ક્યાં અને ક્યારે જોવા મળશે.

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળશે નહીં. તે ખૂબ જ ઓછા સમય માટે લદ્દાખની ઉત્તરી સીમાઓ અને અરુણાચલના દિબાંગ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીથી સાંજે લગભગ 5.52 મિનિટે જોઈ શકાશે.

નાસાના આધારે આજે થનારું સૂર્યગ્રહણ રિંગ ઓફ ફાયરની જેમ જોવા મળશે. આ સમયે ચંદ્ર પૃથ્વી પર પહોંચનારા સૂર્યના કિરણોને બ્લોક કરી દેશે. એવામાં પૃથ્વી પરના લોકોને થોડો સમય સૂર્યનો નજારો ચમકતી વીંટી જેવો જોવા મળી શકે છે. જ્યારે ચંદ્રનો પૂરો ભાગ પોતાની છાયામાં ઢંકાતો નથી ત્યારે રિંગ ઓફ ફાયરનું દ્રશ્ય બને છે.

આસમાનમા થનારી આ અદભૂત ઘટનાને જોવા માટે લોકો વિશેષ રીતે બનાવેલા એક ગ્લાસ એટલે કે ચશ્માનો ઉપયોગ કરે તેવી સૂચના આપવામાં આવી છે.

લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાં અને સાથે સાઉથ અમેરિકા, ધ પેસિફિક, હિંદ મહાસાગર, કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી, લંડન, ટોરેન્ટો અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગમાં જોવા મળશે. આ સિવાય દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાઓએ લોકો લાઈવ વેબકેમની મદદથી તેને જોઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news