આજનો આપનો દિવસ જણાઈ રહ્યો છે સારો,જાણો…..

મેષ રાશિ
મનોઆવેગો અને ક્રોધ પર કાબૂ રાખજો. પરેશાની દૂર થતી જણાય.

વૃષભ રાશિ
આપના આત્મવિશ્વાસને વધારીને વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકશો.

મિથુન રાશિ
આપની આર્થિક સમસ્યા ઘેરી બનતી જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક તક મળતી જણાય.

કર્ક રાશિ
વાદ-વિવાદથી દૂર રહેજો. કાર્ય સફળતા માટે સંવાદિતા રાખજો. ખર્ચનો પ્રસંગ ટાળજો. મહત્ત્વના કામ થાય.

સિંહ રાશિ
ધાર્યા કામમાં અવરોધ જણાય. કૌટુંબિક કાર્યમાં સમસ્યાનો ઉકેલ જણાય. નાણભીડનો અનુભવ જણાય.

કન્યા રાશિ
આરંભે સૂરા રહી આળસ કરશો તો ફળ દૂર ઠેલાશે. જાગ્રત અને સક્રિય રહેજો.

તુલા રાશિ
આપની પારકી આશ નિરાશામાં પરિણમશે. માટે આત્મનિર્ભર રહી કામ કરવાથી સફળતા.

વૃશ્ચિક રાશિ
માનસિક મૂંઝવણનો ઉકેલ આવી શકે. નાણાકીય ચિંતાનો હલ મળતો જણાય.

ધન રાશિ
અંતરાશિકરણમાં અશાંતિ-વિષાદ અનુભવાય. ખર્ચ-ખરીદી વધતા જાય નહીં તે જોજો. ધીરજ જરૃરી બને.

મકર રાશિ
આપની મુશ્કેલીમાંથી માર્ગ મેળવીને બહાર આવી શકશો. સ્વજન-મિત્રની મદદ ઉપયોગી રહે.

કુંભ રાશિ
લાભની તક સરી પડતી લાગે. સહેજમાં અદ્ભુત બચાવ અને મદદ સુખદ્ પરિણામ મળે.

મીન રાશિ
ચિંતા-ઉદ્વેગનાં વાદળ વિખેરાય. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news