આમીરખાનની મુશ્કેલીમાં વધારો,વધુ એક પોલીસ ફરિયાદ થઈ…

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ રહી છે અને સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થઈ તે પહેલા જ તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી હતી, હવે જ્યારે દર્શકોએ તેને જોવાનું શરૂ કર્યું છે ત્યારે આમિર ખાન પર પણ અલગ-અલગ આરોપો લગાવવા લાગ્યા છે અને તાજેતરના અહેવાલો અનુસાર, આમિર ખાન વિરુદ્ધ શુક્રવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દિલ્હીના એક વકીલે બોલીવુડ અભિનેતા આમિર ખાન વિરુદ્ધ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને ફરિયાદ કરી છે અને વકીલ દ્વારા આમિર ઉપરાંત પેરામાઉન્ટ પિક્ચર પ્રોડક્શન હાઉસ અને અન્યના નામ પણ લેવામાં આવ્યા છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર, વકીલનું કહેવું છે કે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’એ ભારતીય સેના અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

વકીલનું નામ વિનીત જિંદાલ છે. વિનીતે દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ફિલ્મમાં ઘણી વાંધાજનક કન્ટેન્ટ છે અને આ ઉપરાંત, તે આમિર ખાન, નિર્દેશક અદ્વૈત ચંદન અને પેરામાઉન્ટ પિક્ચર્સ પ્રોડક્શન હાઉસ વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 153A, 298 અને 505 હેઠળ એફઆઈઆર નોંધવા માંગે છે.

ફરિયાદીનું એમ પણ કહેવું છે કે આમિર ખાન એક્ટર અને પબ્લિક ફિગર છે અને આવી સ્થિતિમાં આવી વાતોની અસર મોટા પાયે થઈ શકે છે. હિન્દુ સમુદાય માટે આમિર ખાનનું આ નિવેદન દેશની સુરક્ષા, એકતા અને શાંતિની સાથે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.