આમિર ખાનનો પુત્ર ઝુનેદ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો સૌથી મોટો પુત્ર જુનૈદ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ પહેલા તે થિયેટરમાં કામ કરી ચુક્યો છે અને ઘણા અંગ્રેજી નાટકોમાં તે જોવા મળ્યો છે.

૨૬ વર્ષીય ઝુનૈદ મલયાલમ ફિલ્મની હિંદી રીમેક ઇશ્કથી બોલીવૂડમાં ઝંપલાવશે.આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હશે. ઝુનૈદૈ બે વરસ સુધી અમેરિકન એકડમી ઓફ ડ્રામેટિક આર્ટસ ઇન લોસ એન્જલસમાં તાલીમ લીધી છે. તેણે ત્રણ વરસ થિયેટરમાં કામ કર્યું છે.

ઝુનૈદ, આમિરની પર્થમ પત્ની રીના દત્તાનો પુત્ર છે. જેણે રાજ કુમાર હિરાણીની પીકે ફિલ્મમાં સહાયક ડાયરેકટર તરીકે કામ કર્યું હતું.

એક ઇન્ટરવ્યુમાં આમિરે પુત્ર ઝુનૈદ માટે જણાવ્યું હતું કે, તે થિયેટરમાં તો અભિનય કરી રહ્યો છે. ફિલ્મોમાં પણ કરશે તેવી મને ખાતરી છે. પરંતુ હું  દ્રઢપણે માનું છું કે તેણે બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે સ્ક્રીન ટેસ્ટસમાં સફળ થવું પડશે. જો તે નિષ્ફળ જશે તો તે ફિલ્મોમાં કામ કરી શકશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news