આમિર ખાન રાજામૌલીની ફિલ્મ આરઆરઆર સાથે જોડાયો

– આ ફિલ્મમાં આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામચરણ સાથે કામ કરશે

બાહુબલીના દિગ્દર્શક એસએસ રાજામૌલી આરઆરઆર ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટ,જુનિયર એનટીઆર અને રામચરણ કામ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે આ ફિલ્મ સાત મહિના પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકાયું છે. હવે આ ફિલ્મ સાથે બોલીવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનનું નામ પણ જોડાયું છે.

સૂત્રના અનુસાર, આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન પણ જોડાયો છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં તે અભિનય કરતો જોવા મળશે નહીં, પરંતુ તે વોઇસઓવર આપવાનો છે.

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આમિર ખાને આ ફિલ્મમાં  વોઇસઓવર આપવા માટે મોખિક રીતે રાજી થયો છે. તે પોતાના વોઇસ ઓવર દ્વારા જુનિયર એનટીઆર અને રામચરણના પાત્રનો પરિચય કરાવશે. તેના વોઇસઓવરનો ઉપયોગ ફક્ત ફિલ્મમાં જ નહીં પરંતુ ટ્રેલરમાં પણ  કરવામાં આવશે.

આ ફિલ્મમાં બોલીવૂડ સ્ટાર્સ ઉપરાંત બે હોલીવૂડ સ્ટાર્સ પણ જોવા મળવાના છે. તેમજ આ ફિલ્મને દુનિયાની ૧૦ ભાષાઓમાં રિલીઝ કરવામા ંવશે. આ ફિલ્મનું બજેટ રૂપિયા ૪૦૦ કરોડ હોવાનો અંદાજ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news