ગુજરાતના લોકોના મગજમાં ‘આપ’ કયાંય નથી, ચૂંટણી પરિણામોની રાહ જુઓ : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને ફગાવી દીધો છે અને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી કદાચ તેનું ખાતું પણ ખોલી શકશે નહીં અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમ દ્વારા કટ્ટરપંથી વિરોધી સેલની સ્થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે જેને કેન્દ્ર અને અન્ય રાજ્ય વિચારી શકે છે.

એક ઇન્ટરવ્યુમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના સર્વાંગી વિકાસ અને શૂન્ય તુષ્ટિકરણ નીતિને લાગૂ કરવાના પગલાંને છેલ્લાં 27 વર્ષમાં લોકો દ્વારા વારંવાર ભાજપ પર વિશ્વાસ વ્યકત કરવાનું મુખ્ય કારણ ગણાવ્યું અને તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ અભૂતપૂર્વ જીત નોંધાવી શકશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ની દસ્તકના પ્રશ્ન પર શાહે કહ્યું કે દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે પરંતુ આ લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારશે કે નહીં. તેમણે કહ્યું કે ગુજરાતના લોકોના મગજમાં ‘આપ’ કયાંય નથી અને ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ સફળ ઉમેદવારોની યાદીમાં AAPના ઉમેદવારોના નામ નહીં આવે.

કોંગ્રેસ ગુજરાતમાં ભાજપની મુખ્ય હરીફ પાર્ટી રહી છે અને જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલના નેતૃત્વવાળી ‘આપ’ની આ વખતે એન્ટ્રી થઇ છે.

કોંગ્રેસથી મળી રહેલા પડકારો પર શાહે કહ્યું કે કોંગ્રેસ અત્યારે પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે પરંતુ તે રાષ્ટ્રીય સ્તર પર સંકટમાંથી પસાર થઇ રહી છે અને તેમની અસર ગુજરાતમાં પણ દેખાય રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.