આતંકી ‘હાફિઝ સઈદ’ સાથે સરખામણી થતા બરાબરનો લાલઘૂમ થયો ઈરફાન પઠાણ, લીધો ઉધડો

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ઘણો એક્વિટ રહે છે. તે તેના બેબાક નિવેદનોને કારણે સતત ચર્ચામાં પણ રહે છે. ત્યારે હવે ઈરફાન પઠાણ એક ટ્વિટર યુઝર પર જબરદસ્ત લાલઘૂમ થયો છે. કારણે કે એક ટ્વિટર યુઝર્સે ઈરફાન પઠાણની સરખામણી પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદ સાથે કરી હતી.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ઈરફાન પઠાણે તેના કરિયરને લઈ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેણે આ વાતને ફગાવી હતી કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે તેનું કરિયર બરબાદ કર્યું છે. ઈરફાને કહ્યું કે,‘આ કહેવું ખોટું છે કે ગ્રેગ ચેપલે મારી કારકિર્દી બરબાદ કરી છે. જો કે, તે ભારતીય નથી તેથી તેમના પર આરોપ લગાવવો સરળ છે.’ ઈરફાનના આ નિવેદનની એક ખબરની લિંક પર એક ટ્વિટર યુઝરે ખૂબ જ શર્મનાક કોમેન્ટ કરી. જેના પર ઈરફાન પઠાણ લાલઘૂમ થયો અને યુઝરને જડબાતોડ જવાબ આપ્યો.

યુઝરે લખ્યું કે,‘ઈરફાન પઠાણ આગામી હાફિઝ સઈદ(આતંકી) બનવાના પોતાના ઈરાદાને છૂપાવી નથી શકી રહ્યો.’ ઈરફાન પઠાણે આનો સ્ક્રીનશોટ શેર કર્યો અને જવાબ આપતા લખ્યું કે,‘આ અમુક લોકોની માનસિકતા છે. આપણે ક્યાં પહોંચી ગયા છીએ?’ સાથે ઈરફાને #shame #disgusted જેવા હેશટેગ પણ લગાવ્યા. ઈરફાનના ટ્વિટ બાદ ઘણા ફેન્સ તેના સપોર્ટમાં આવ્યા. લોકોનું માનવું છે કે આ ફેક એકાઉન્ટ છે અને એવા કોમેન્ટ પર ધ્યાન ન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news