આવનારો સમય કહેશે કે હું પ્રમુખ છું કે નહીં, ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઇ જતાં ટ્રમ્પનો હુંકાર

– વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર જણાતા નથી

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં પોતે હારી ગયા છે એ હકીકત આંકડાઓ દ્વારા સ્પષ્ટ થઇ ગયા પછી પણ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નથી. એમણે કહ્યું હતું કે હું પ્રમુખ છું કે નહીં એ આવનારો સમય કહેશે.

ટ્રમ્પનું આ વિધાન ખૂબ સૂચક છે. પરિણામો આવવાના શરૂ થયા એ જ ઘડીથી ટ્રમ્પ અને એમના પ્રચાર અધિકારીઓ એવી કાગારોળ મચાવી રહ્યા હતા કે મતગણતરીમાં મોટે પાયે ગોલમાલ થઇ રહી હતી. ટ્રમ્પ આવું સહેલાઇથી કહી શકે એમ હતા કારણ કે આ વખતે કોરોનાના કારણે હજારો મતદારો ઘરની બહાર નીકળ્યા નહોતા. કરોડો મત ટપાલ દ્વારા આવ્યા હતા.

એ સંજોગોનો લાભ લઇને ટ્રમ્પ સતત એવો આક્ષેપ કરતા રહ્યા હતા કે ટપાલથી આવેલા મતોની બાબતમાં વ્યાપકપણે ગોટાળો અને ગોલમાલ થઇ હતી.  આ બહાનું ટ્રમ્પ અને એમના પ્રચાર અધિકારીઓને ફાવતું થઇ પડ્યું હતું. પોલિટિકલ નિરીક્ષકો કહે છે કે ટ્રમ્પે પોતાના પ્રમુખપદ દરમિયાન એટલા બધાં ખોટાં કામ કર્યા હતા કે એમને હવે ડર લાગે છે કે હું વ્હાઇટ હાઉસની બહાર નીકળીશ એ સાથે મને જેલમાં ધકેલી દેવામાં આવશે. આ જ કારણે એ વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નથી. એમના પુત્રો પણ એમને આ બાબતમાં સાથ આપી રહ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news