ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ની એક્ટ્રેસ સોનાલી સહગલ કરી રહી છે લગ્ન, જાણો કોણ છે દુલ્હો.

‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટ્રેસ સોનાલી સહગલની અંગત લાઈફને લઈને ચર્ચાઓ સામે આવી રહી છે. માહીતી અનુસાર સોનાલી આજે એટલે કે 7 જૂને પોતાના બોયફ્રેન્ડ આશીષ સજનાની સાથે લગ્ન કરશે. સોનાલી અને આશીષ છેલ્લા 5-6 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે બન્નેએ ક્યારેય ખુલીને પોતાના રિલેશનશિપનો દેખાવ નથી કર્યો.

એક પ્રાઈવેટ માહીતી અનુસાર સોનાલી સહગલ પોતાનું નવું જીવન શરૂ કરશે. સોનાલી છેલ્લા ઘણા ટાઈમથી આશીષને ડેટ કરી રહી છે. આશીષ એક બિઝનેસમેન છે. તેની પાસે ઘણા હોટલ પણ છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બન્ને પોતાના સંબંધને આગળ વધારવાનું વિચારી રહ્યા છે. 7 જૂન 2023એ બન્ને પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.