30 વર્ષ બાદ બની રહ્યો છે શનિનો અદભૂત સંયોગ, આ રાશિઓની વધી શકે છે કમાણી, કરિયરમાં થશે પ્રગતિ……..

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે. લગભગ 30 વર્ષ પછી કુંભમાં ઊંધું ચાલે ચાલશે. કારણ કે શનિ દેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ બાદ પ્રવેશ કરે છે. એટલા માટે શનિ દેવનું કુંભ રાશિમાં વક્રી થવું ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. શનિ ગ્રહ 17 જૂને વક્રી થશે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો ઉપર જોવા મળશે. પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેનાથી શનિ દેવ વક્રી થતાં જ ધનલાભ અને તરક્કીના રસ્તા ખુલશે.

તુલા રાશિના લોકો માટે શનિ દેવનું વક્રી થવું શુભ સાબિત થઈ શકે છે. કેમ કે શનિ દેવ તુલા રાશિમાં પંચમ ભાવમાં વક્રી થશે. સાથે જ તે ચોથા સ્થાનના પણ સ્વામી છે. એટલા માટે તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. જે લોકો સંતાન સુખ મેળવવા ઈચ્છતા હોય તેમને શુભ સમાચાર મળશે. આ રાશિના લોકોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આ રાશિના જાતકો પોતાની બુદ્ધિના પ્રયોગથી દરેક કામમાં સફળતા પણ મેળવશે. ધનની બચત કરી સમૃદ્ધિ મેળવી શકશે. પ્રેમ સંબંધોમાં પાર્ટનર સાથે સારો મેળ જોવા મળશે. સાથે જ આ સમયે તમે વાહન અને પ્રોપર્ટી પણ ખરીદવા નો લાભ લઈ શકશો.

કન્યા રાશિના લોકોને અનુકૂળ રીતે સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ કન્યા રાશિની ગોચર કુંડળીમાં છઠ્ઠા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આ માટે આ સમયે આ રાશિના જાતકોને કોર્ટ કચેરીના કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. શત્રુઓ પર વિજય મળી શકશે. સાથે જ તમારા સાહસમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને પણ ધંધામાં ઉચ્ચ લાભ પ્રાપ્તિ થશે. કંઈક નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તે કરી શકો છો. જેમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળશે. સંતાન પણ સારી પ્રગતિ કરી શકશે.

વૃષભ રાશિના લોકો માટે શનિની વક્રી ચાલ મહત્વપૂર્ણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીમાં દશમ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. જેને કાર્યક્ષેત્ર અને નોકરીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે જે લોકો પાસે નોકરી નથી તેમને નવી નોકરીની તક ઉભી થઈ શકે છે. જે વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ઉચ્ચ લાભ પ્રાપ્ત થશે. ધંધામાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં મોટો લાભ થાય. જે લોકો પૈતૃક વેપાર કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબજ સારો સિદ્ધ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.