બાળકને લઈ પતી પત્ની વચ્ચે માથાકૂટ થતાં પરિણીતાને ખોટું લાગી આવતા ગળે ફસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો..

સામાન્ય બાબતે ઝગડો થયો હતો ત્યારે મનદુઃખ થતાં પત્નિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. પતિ ઘરે આવ્યો ત્યારે જાણ થતાં તરત જ પત્નીને નીચે ઉતરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

News Detail

બાળકને લઈ પતી પત્ની વચ્ચે માથાકૂટ થતાં પરિણીતાને ખોટું લાગી આવતા ગળે ફસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થવો આમ બાબત છે. પરંતુ તેવા સામાન્ય ઝગડાની કારણ બનાવી જીવન ટૂંકાવી લેવું ગુનો ગણાય છે. રાજકોટમાં તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા પતિ પત્ની વચ્ચે છોકરાને બહાર લઈ જવા જેવી સામાન્ય બાબતે ઝગડો થયો હતો ત્યારે મનદુઃખ થતાં પત્નિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. પતિ ઘરે આવ્યો ત્યારે જાણ થતાં તરત જ પત્નીને નીચે ઉતરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટના નાનામવા રોડ પર આવેલ મોકજી સર્કલ પાસે અરવન એપાર્ટમેન્ટની ઓરડીમાં એક નેપાળી દંપતી રહે છે જેમને સંતાનમાં એક પુત્ર છે. તેમના પુત્રને બહાર ફરવા લઈ જવા જેવી સમાન્ય બાબત પર પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. ત્યાર બાદ પતિ પુત્રને બહાર લઈ ગયો હતો ત્યારે પતિની વાતનું ખોટું લાગી આવતા પત્નીએ પોતાના જ ઘરમાં પંખે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાધો. ત્યાર બાદ પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે આ દૃશ્ય જોતા જ પત્નીને નીચે ઉતરી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.