બે દીકરીઓની હત્યા કરી બાદમાં દંપતીએ કરી આત્મહત્યા, વાંસદાના ઘરમાં મળ્યા 4 શબ, જાણો કારણ

નવસારી જિલ્લાથી દર્દનાક ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના એક દંપતીએ પહેલા પોતાની બંને દીકરીઓની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી અને એક ઘટનામાં 2 બાળકો સહિત દંપતીના શબ મળવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો છે. પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં કહ્યું કે, દંપતીએ રૂમની છત સાથે લટકીને આત્મહત્યા કરવા અગાઉ પોતાની દીકરીઓની હત્યા કરી દીધી હતી અને આ આખી ઘટના પાછળ પતિના લગ્નોત્તર સંબંધ હોવાની ચર્ચા સામે આવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વાંસદા તાલુકાના રાવણિયા ગામના વોરિ પલિયાના રહેવાસી 39 વર્ષીય ચુન્નીલાલ જત્તર ગાવીતના 9 વર્ષ પહેલા તનુજાબેન સાથે લગ્ન થયા હતા અને 9 વર્ષના લગ્ન જીવન દરમિયાન દંપતીના 2 બાળકો હતા. ચુન્નીલાલ યુનિબેઝ કંપનીમાં કામ કરતો હતો. તેની સાથે કામ કરનારી આહવા ડાંગ જિલ્લાની એક છોકરી સાથે તેના પ્રેમ સંબંધ હતા. ઘટમાં જ ચુન્નીલાલે તેની સાથે ગૃહસ્થ જીવન શરૂ કરવાની વાત કહી હતી.

જાણકારો કહે છે કે, 10 માર્ચ 2023ના રોજ છોકરીને ઘરે લઈ આવ્યો અને કહ્યું કે, કાજલ (નામ બદલ્યું છે)ને હું પોતાની બીજી પત્નીના રૂપમાં રાખવા જઈ રહ્યો છું. આ પ્રકારે વાત કરતા ચુન્નીલાલના પિતાએ તેને કહ્યું કે, બે દિવસ પછી વાતચીત બાદ નિર્ણય કરશે. તનુજાને એ જાણીને દુઃખ થયું કે તેનો પતિ બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે અને આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પછી પતિ-પત્ની બંનેએ દીકરીઓની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી. જો કે, વાસદ પોલીસ નિરીક્ષક બી.એમ. ચૌધરીએ કહ્યું કે, બાળકોના શબ જમીન પર પડેલા મળ્યા.

વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરી તો બધાના મૃતદેહ જોવા મળ્યા હતા. આ અંગે ચુન્નીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાવીતે ગુનો નોંધાવતા પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે અને આ કેસમાં આગળની તપાસ વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.