અમદાવાદ શહેર પોલીસ પરિવાર કોરોના વાયરસના ભરડામાં જાણો એક જ દિવસમાં કેટલા પોલીસ કર્મચારીઓ આવ્યા પોઝિટિવ જાણો સમગ્ર વિગતો

    અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ થયો છે એક જ દિવસમાં 85 પોલીસ કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભય ફેલાયો છે અને સામાન્ય જનતાના રક્ષક પોલીસ પણ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનનોમાં હવે કોરોના બ્લાસ્ટ થઇ રહ્યો છે પેહલા ની જેમ પોઝિટિવ કેસ માં સતત વધારો થઇ રહ્યો છે 2 એસીપી અને 3 પી આઈ અને 12 થી વધુ પી.એસ.આઈ કોરોના ભરડા માં આવી ચુક્યા છે શહેરમા ક્રૃષ્ણનગર,સોલા,ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે અને બીજી તરફ 6096 દર્દીઓ રિકવર પણ થયા છે.

    અત્યાર સુધીમાં કુલ 8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.04 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 8 મોત થયા. આજે 1,38,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 19.39 લાખ નવા કેસ નોંધાયા છે, 9.91 લાખ લોકો સાજા થયા છે અને 3990 લોકોનાં મોત થયાં છે. નવા સંક્રમિતોની બાબતમાં અમેરિકા 2.87 લાખ દર્દી સાથે ટોપ પર છે, જ્યારે 2.78 લાખ કેસ સાથે ફ્રાન્સ બીજા નંબર પર છે. 2.57 લાખ નવા કેસ સાથે ભારત ત્રીજા નંબર પર છે
    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,150 નવા કેસ નોંધાયા.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.