અમદાવાદ :10 લાખ ન લાવી તો તારા બિભત્સ ફોટો વાયરલ કરી દઈશ, પતિએ પત્નીને કાઢી મૂકી જાણો સમગ્ર વિગતો….

મહાનગર અમદાવાદમાં ઘરકંકાસના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક કેસમાં કરિયાવર ભૂખ્યા પતિ સહિત સાસરિયાઓના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં પરિણિતાને કરિયાવરમાં રૂ.10 લાખની માંગણી કરી પતિ મારપીટ કરતો હતો.અને એટલું જ નહીં પૈસા નહીં લાવે તો એના બિભત્સ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પતિએ ધમકી આપી હતી. પછી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ત્રાસથી કંટાળીને મહિલા પીયરમાં રહેવા માટે જતી રહી હતી.

એ પછી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 38 વર્ષની મહિલાના લગ્ન 2004મા થયા હતા. લગ્ન બાદ મહિલા એના સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. એ પછી મહિલાએ એક પુત્ર અને પછી એક પુત્રીને જન્મ આપ્યો હતો. બે વર્ષ સુધી તો મહિલાને સારી રીતે રાખવામાં આવી.

પછી સાસરિયાવાળા શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.અને એ પહેલા વર્ષ 2013માં મહિલાએ સાબરકાંઠા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસરિયાવાળા સામે કાયદેસરની ફરિયાદ કરી હતી. પછી વર્ષ 2015માં સમાધાન થઈ જતા બધુ બરોબર ચાલતું હતું. પછી ફરીથી મહિલાને ત્રાસ દેવાનું શરૂ કરતા મારપીટ કરી હતી. પતિ અવારનવાર પીયરમાંથી રૂ,10 લાખ લઈને આવવાનું કહેતો હતો. જો મહિલા પૈસા લાવવા કે દેવાની ના પાડે તો પતિ મારપીટ કરીને ગાળો ભાંડતો હતો. આ ઉપરાંત સાસરિયાવાળા પતિને પણ ઉશ્કેરતા હતા.

પૈસા લાવવાને લઈને પતિ મહિલાને ઢોરમાર મારતો હતો.અને એટલું જ નહીં મહિલાના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. અંતે કંટાળીને મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. પોલીસે મહિલાના નિવેદન પરથી એના પતિ તથા સાસરિયાની પૂછપરછ શરૂ કરી છે. જોકે, દિવસે દિવસે વધી રહેલા ઘર કંકાસના કેસને લઈને પોલીસ વિભાગ પણ વિશેષ રૂપ સક્રિય થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.