ઓમિક્રોન વાયરસને લઇને અમદાવાદ થઈ રહ્યું તૈયાર

  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો..

  હાલમાં ૨૫ પથારીઓ વોર્ડમાં ઉભી કરવામાં આવી..

  રાજ્યમાં તાજેતરમાં મળી આવેલાં ઓમિક્રોન વાયરસ (OMICRON VIRUS) મામલે અમદાવાદે (AHMEDABAD) તૈયારી શરુ કરી દીધી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં (CIVIL HOSPITAL) ઓમિક્રોન વોર્ડ (OMICRON WARD) ઉભો કરવામાં આવ્યો છે.

  આ ઓમિક્રોન વોર્ડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો છે. જો ગુજરાતમાં ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું તો કોઈ પણ સ્થિતિ પહોંચી વળવા પ્રશાસનની તૈયારી છે. જેમાં અમદાવાદ શહેરમાં બહારગામથી આવેલાં શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ લીધાં બાદ ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેટ રખાશે.

  હાલમાં ૨૫ પથારીઓ ઓમિક્રોન વોર્ડમાં ઉભી કરવામાં આવી છે. તથા વોર્ડમાં વેન્ટિલેટર , ઓકિસજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

  રવિવારે એક દિવસમાં ઓમિક્રોનનાં ૧૭ નવા દર્દીઓ મળી આવ્યાં હતાં. રાજસ્થાનનાં જયપુરમાં ૯ દર્દીઓ , મહારાષ્ટ્રમાં ૭ અને રાજધાની દિલ્હીમાં ૧ દર્દી ઓમિક્રોનથી સંક્રમતિ જોવા મળ્યા હતાં.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.