આજે રવિવારે કઈ કઈ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર જાણો રાશિફળ પરથી

વિક્રમ સંવત 2076, કારતક સુદ તેરસ, રવિવાર વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ, પંચક ક. ૧૭-૧૯ સુધી, મુ. ઇદે મિલાદ-બારા વફાત, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ મેષ આપના મનનો ભાર હળવો બનતો જણાય. અગત્યના કામકાજ અંગે સાનુકૂળતા સર્જાય. વિવાદ ટાળજો. વૃષભ માનસિક અજંપો અનુભવાય. નાણાભીડમાંથી બહાર આવવાના પ્રયત્નો ફળે. સામાજિક પ્રશ્નની ચિંતા દૂર થાય.

મિથુન આરોગ્ય ચિંતા દૂર થાય. સામાજિક કામકાજ સફળ બને. વ્યવસયિક પ્રગતિ ધીમી જણાય. કર્ક વધુ પ્રયત્ને કાર્ય સફળતા મળતી જણાય. સ્નેહીનો સહકાર. ખર્ચા પર કાબૂ રાખજો. સિંહ આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખવા હિતાવહ. પ્રવાસ ફળે. કન્યા આદર્યાં કામ અધૂરાં ન રહે તે માટે વધુ પ્રયત્નો અને જાગૃતિ જરૃરી. પ્રશ્નનો ઉકેલ મળતો જણાય. આરોગ્ય સચવાય.

તુલા પ્રતિકૂળ સંજોગો બદલાશે અને કોઇ સાનુકૂળ તક સર્જાતી જણાય. આર્થિક ચિંતાનો હલ મળે. તબિયત સાચવવી. વૃશ્ચિક મહત્વની કામગીરીઓને આગળ ધપાવી શકશો. પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી ચાખી શકશો. ધન નાણાકીય અથવા કૌટુંબિક કાર્યરચના અને પ્રવાસનું આયોજન થઇ શકે. પ્રવાસ.

મકર નિરાશાને ખંખેરી નાખજો. પ્રયત્નો વધારવાથી આપની ઇચ્છા ફળીભૂત થતી જણાય. વિઘ્ન નિવારાય. કુંભ સામાજિક બાબતો અંગે સંજોગો સુધરતા જણાય. મનની મુરાદને બર લાવવા વધુ ધીરજ-પરિશ્રમ જરૃરી. મીન આપના મનનો બોજ ધીમે ધીમે હળવો થતો જણાય. ગૃહજીવનના કામ અંગે પ્રગતિકારક. તબિયત સચવાતી જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.