ટ્વિટરને લઈને એલન મસ્કની મોટી જાહેરાત, ટ્વિટર યુઝર્સે હવે પૈસા ચૂકવવા પડશે…

  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સતત ચર્ચામાં છે. આ બધાની વચ્ચે તેણે સંકેત આપ્યા છે કે આવનારા સમયમાં ટ્વિટરનો ફ્રીમાં ઉપયોગ નહીં થાય અને તેનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. જોકે, એલન મસ્કએ સ્પષ્ટ કર્યું કે તે કેઝ્યુઅલ યુઝર્સ માટે હંમેશા ફ્રી રહેશે.

  એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે કેઝ્યુઅલ યુઝર્સ માટે ટ્વિટર હંમેશા ફ્રી રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સ માટે નાની કિંમત ચૂકવવી પડી શકે છે.

  આ પહેલા એલન મસ્ક મંગળવારે ન્યૂયોર્કમાં મેટ ગાલામાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ટ્વિટરની સફળતામાં એક મહત્વપૂર્ણ પગલું એ હશે કે તે તેના યુઝર્સને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી શકે છે. અને એટલું જ નહીં તેણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે અમેરિકાનો મોટો હિસ્સો ટ્વિટર પર રહે અને સંવાદમાં વ્યસ્ત રહે.

  ટ્વિટરના મળતા રિપોર્ટ અનુસાર અમેરિકામાં તેના લગભગ 4 કરોડ ડેઈલી એક્ટિવ યુઝર્સ છે. એલન મસ્ક ઈચ્છે છે કે અમેરિકામાં વધુ યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરે.

  ઈલોન મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્ક હવે કંપનીમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી હટાવી શકે છે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.