અમરનાથ યાત્રાને લઈને આવ્યા સારા સમાચાર, 20 જુલાઈ બાદ શરૂ થઈ શકે છે યાત્રા

કોરોના વાઈરસના સંકટમાં અમરનાથ યાત્રાને લઈને સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે આ વખતે અમરનાથ યાત્રા ઓછા સમય પુરતી જ રહેશે. આ પહેલા કોરોના વાઈરસના કારણે અમરનાથ યાત્રાને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે સરકારે સંકેત આપ્યા છે કે, આ વર્ષે પણ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવશે.

ગત બે-ત્રણ દિવસોથી અમરનાથ યાત્રાની તૈયારીને લઇને ઉચ્ચ સ્તરિય બેઠકો કરવામાં આવી રહી છે. ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ વર્માના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરિય બેઠક મળી અને જુદાં-જુદાં વિભાગોને અમરનાથા યાત્રાની તૈયારી ઝડપી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.

પ્રવાસન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને જમ્મુ મ્યૂનિસિપલ કોર્પોરેશનને અમરનાથ યાત્રા માટે જલ્દી તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના વાઈરસની મહામારીના કારણે જમ્મુમાં અમરનાથ યાત્રાના બેસ કેમ્પ ‘યાત્રી નિવાસ ભવન’ને ક્વોરન્ટિન સેન્ટરમાં ફેરવવામાં આવ્યું હતું, જેને હવે તીર્થયાત્રા માટે તૈયાર કરવામાં આવશે. વહીવટી તંત્રએ યાત્રી નિવાસ ભવનને સંપર્ણપણે સેનેટાઈઝ કરી અને તીર્થયાત્રીઓને રહેવાલાયક બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

જમ્મુ સિટીના ડેપ્યુટી મેયર પુરનિયા શર્માએ જણાવ્યું કે, જમ્મૂ મ્યૂનિસિપલ કોર્પોરેશનને યાત્રી નિવાસ ભવનને સેનિટાઈઝ અને સાફ-સફાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમારા કર્મચારી અમરનાથા તિર્થયાત્રા પૂર્ણ થવા સુધી 24 કલાક ડ્યૂટી પર હશે.

જમ્મુમાં યાત્રીકોને Covid-19 રિપોર્ટ થશે

સરકારે જમ્મુ પહોંચનારા તિર્થયાત્રીકોની કોરોનાની તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન જે યાત્રીકોની કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવશે માત્ર તેમને જ આગળની મુસાફરી કરવાની મંજુરી આપવામાં આવશે. તીર્થયાત્રીકોના સેમ્પલ કલેક્ટ કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને જરૂરી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે અમરનાથ યાત્રા યોજનારા શ્રી અમરનાથ શ્રાઈ બોર્ડે અત્યાર સુધી તેની પુષ્ટિ કરી નથી.

યાત્રીકો માત્ર બાલટાલ રૂટ પરથી જઈ શકશે

જમ્મુ પર્યટન વિભાગના ડાયરેક્ટર રાજ કુમારે કટોચે કહ્યું કે, 20 જુલાઈ બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ શકે છે. આ વર્ષે માત્ર બાલટાલ રૂટ પરથી જ અમરનાથ યાત્રીકો પસાર થશે. ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ વર્મા સાથે બેઠક થઈ હતી. જેમાં અમારા વિભાગને તૈયારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news