અમદાવાદમાં 15મી મે સુધી સંપૂર્ણ લોકડાઉન,કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રહેશે

અમદાવાદમાં કોરોનાનો ચાર્જ ડો.રાજીવ ગુપ્તાને સોંપાયો છે. જે બાદ આજે પહેલાં જ દિવસે રાજીવ ગુપ્તાએ સપાટો બોલાવ્યો છે. અને એક બાદ એક આકરાં નિર્ણયો લઈ રહ્યા છે. અમદાવાદમાં હવે આગામી સાત દિવસ સુધી તમામ હોમ ડિલિવરી સર્વિસ બંધ કરી દેવામા આવી છે. અને માત્ર દૂધ અને દવાઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફળ-શાકભાજીની લારીઓ અને કરિયાણી દુકાનો પણ બંધ રહેશે. 7 મેના સવારે 6 વાગ્યાથી નિયમ અમલી બનશે જે 15મી મે સુધી લાગુ રહેશે. આ ઉપરાંત એક અઠવાડિયા સુધી સંપુર્ણ લોકડાઉનના કડક આદેશ આપવામાં આવ્યા છે.

ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. જેમાં રાજીવ ગુપ્તાએ પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લીધો હતો. અને બાદમાં અમદાવાદ માટે આકરાં નિર્ણયોનાં આદેશ આપ્યા હતા. ડો. રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે અમદાવાદમાં તમામ હોમ ડિલીવરી સર્વિસ બંધ કરી દીધી છે. આગામી 7 દિવસ સુધી હોમ ડિલીવરી સેવા બંધ રહેશે. માત્ર દૂધ અને દવાઓની ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે.

આ ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા છે. ડૉ.રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારે અમદાવાદની કમાન સંભાળતા હવે એક બાદ એક આકરાં નિર્ણયો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત 9 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાશે. દરેક ઝોનમાં 500 રૂમની 3 સ્ટાર હોટલ ડેજીગ્નેટેડ કોવિડ માટે રખાશે. ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 48 કલાકમાં હોસ્પિટલો ચાલુ કરવાના આદેશ અપાયા છે. જો હોસ્પિટલો અને નર્સિંગ હોમ ચાલુ નહીં કરે તો લાયસન્સ રદ કરી દેવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે બપોરે ફરી સ્ટ્રેટેજી સાથે મીટિંગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news