અમદાવાદમાં ચોરીની વિચિત્ર ઘટના આવી સામે, સિનિયર સિટીઝને સુરક્ષા માટે લીધી હતી રિવોલ્વર,બેડરૂમમાંથી કોઈ ચોરી કરી ગયું રિવોલ્વર

અમદાવાદ શહેરના  (Ahmedabad )શાહીબાગ વિસ્તારમાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે.સિનિયર સિટીઝને સુરક્ષા માટે લીધેલ રિવોલ્વર ઘરના બેડરૂમ માંથી કોઈ ચોરી (Theft) કરી ગયું હોવાનો બનાવ શાહીબાગ માં સામે આવ્યો છે.

શાહીબાગ માં રહેતા અને સમાજસેવા કરતા ચંદુલાલ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે તેમણે હથિયાર રાખવાનો પરવાનો મેળવવા બાદ પોતાની સુરક્ષા માટે નહેરુનગર સર્કલ પાસે થી કોલ્ડ પોકેટ પોઝિશન મેઇડ ઈન યુ એસ એ રિવોલ્વર અને દસ કારતૂસ રૂપિયા 5 લાખમાં ખરીદ્યા હતા.

જોકે 10 જાન્યુઆરીએ તેઓએ રાજકોટ જવાનું હોવાથી રિવોલ્વર લેવા માટે ડ્રોવર ખોલ્યું હતું પરંતુ તેમાંથી રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યા ન હતા. તેથી ફરિયાદીએ ઘરમાં પણ અને જગ્યાએ શોધખોળ કરી હતી પરંતુ ત્યાંથી પણ ન મળી આવતાં અંતે તેઓએ પોલીસને જાણ કરી છે.

આ પ્રકારની ચોરીમાં અને તે પણ બેડરૂમમાંથી થયેલી ચોરીમાં કોઈ જાણભેદું જ ચોરી કરી ગયો હોવાની શક્યતાઓ વધી જતી હોય છે તેથી પોલીસને ટૂંક સયમમાં તસ્કર મળી જાય તેવી વકી છે. જોકે, સિનિયિર સિટીઝનને સુરક્ષા માટે રિવોલ્વર રાખવી પડે તે પણ એક અજીબોગરીબ કિસ્સો કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news