અમદાવાદમાં બુધવારે લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, ગૃહમંત્રીએ કહ્યું , યોગ્ય પગલાં લેશું

અમદાવાદના વટવા વિસ્તારમાં બુધવારે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા વાસણા વિસ્તારમાં પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો.

લવજેહાદ અંગે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે કે, લવજેહાદના જે કિસ્સા બની રહ્યાં છે, તેમાં આપણી પાસે જે કાયદા છે તેનાથી પૂરતા એક્શન લઇશું.

શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news