અમદાવાદ શહેરમાં તાજેતરમાં,સામે આવ્યો હતો એક કિસ્સો

અમદાવાદ શહેરમાં તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવતી જે યુવક સાથે સંબંધમાં હતી તે યુવકે જૂના મોબાઇલ નંબર પર વોટ્સએપચાલુ કરી યુવતીના ફોટો અપલોડ કર્યા હતા. હવે આના જેવો જ એક બનાવ બન્યો છે. આ બનાવમાં ફરિયાદી યુવતી (Girl)એ તેના દારૂડિયા પતિ સાથે છૂટાછેડા (Divorce) લઈને બીજા લગ્ન કર્યાં છે.

અમરાઈવાડીમાં રહેતા 49 વર્ષીય આધેડ હોલસેલની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમની મોટી પુત્રીએ વર્ષ 2019માં એક યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરંતુ પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી યુવતીને તે વાત ગમતી ન હતી

જોકે, આ દરમિયાન યુવતીના પૂર્વ પતિએ તેણીના ફેસબુક આઈડી પરથી બંનેના ફોટો મૂક્યા હતા. એટલું જ નહીં, તે યુવતીના સબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓને ફોટો ટેગ કરતો હતો. છૂટાછેડા થયા હોવા છતાંય યુવતીને બદનામ કરવા આવી હરકત કરતા આ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news