અમેરિકામાં લાશોનાં ઢગલા, 24 કલાકમાં 1,891 મર્યા…પછી ટ્રમ્પએ કહી આ મોટી વાત- અત્યારે જ જાણો

વિશ્વની મહાસત્તા એટલે કે USA કોરોનાની અસર ઇટાલી, ચીન કરતા પણ વધુ ભયાનક થઇ રહી છે. વિશ્વની 4 % વસતી ધરાવતા અમેરિકામાં અત્યાર સુધીમાં 39,015 મોત થઈ ચૂક્યા છે. જ્યારે 738,913 લોકો સંક્રમિત છે. છેલ્લા 24 Hours માં અહીંયા 4500 થી વધુ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. USA માં સૌથી વધુ મૃત્યુ ન્યૂયોર્કમાં થયા છે. ન્યૂજર્સીમાં 3800 લોકોના મોત થયા છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 65 હજારથી વધુ લોકોના મોત થઈ શકે છે.

કોરોના વાયરસનાં કારણે દુનિયાભરમાં 154,903 લોકોનાં મોત થયા છે, જ્યારે કુલ 2,332,004 લોકો કોવીડ ૧૯ ની ઝપટમાં આવી ચુક્યા છે. USa પછી સૌથી ખરાબ સ્થિતિ યૂરોપમાં છે. અહીં ઇટાલી બાદ સ્પેનમાં પણ મરનારાઓની સંખ્યા 20 હજારની પાર થઈ ચુકી છે, જ્યારે ફ્રાન્સ પણ આ દિશામાં વધતુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ બ્રિટનમાં 15,464 લોકોનાં મોત થયા છે.

યૂરોપમાં સૌથી ખરાબ સ્થિતિ ઇટાલીમાં છે, જ્યાં 175,925 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે, જ્યારે 23,227 લોકોનાં મોત થઈ ચુક્યા છે. સ્પેનમાં 194,416 ઇન્ફેર્શનનાં કેસ સામે આવી ચુક્યા છે જ્યારે 20,639 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ચીનમાં હાલ સુધીમાં 4623 મૃત્યુ થયું છે અને પોઝિટિવ કાઉન્ટ 82,719 કેસ હોવાનું જણાવ્યું છે. યૂરોપમાં અત્યાર સુધી 1,115,555 કેસ સામે આવ્યા છે અને 97,985 મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.