અમેરિકી સંસદ કેપિટલ પરિસર અંદર અને બહાર, ટ્રમ્પ સમર્થકોની દ્વારા કરાયેલી હિંસા અને હંગામા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા

અમેરિકી સંસદ કેપિટલ પરિસર અંદર અને બહાર ટ્રમ્પ સમર્થકોની દ્વારા કરાયેલી હિંસા અને હંગામા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે..પીએમ મોદીએ નામ લીધા વિધાન ટ્રમ્પને સલાહ આપી છે કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરી દેવો જોઈએ..

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતા લખ્યુ કે વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસાના અહેવાલ જોઈને ચિંતિત છું. સત્તાનું હસ્તાંતર શાંતિપૂણ રીતે થતુ રહેવુ જોઈએ.

સત્તાનું હસ્તાંતર શાંતિપૂણ રીતે થતુ રહેવુ જોઈએ

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ટ્વિટ કરતા જણાવ્યું કે અમેરીકાથી જે અહેવાલ આવી રહ્યા છે તે ચિંતાજનક છે, તમામે શાંતિથી અને ધૈર્યથી કામ લેવું જોઈએ, આ સિવાય કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, ન્યુઝીલેન્ડની પીએમ જેસિંડાએ પણ ટ્વિટર દ્વારા અમેરિકી હિંસા મામલે સખ્ત નિંદા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news