અમિત ચાવડાનું નિવેદન,સરકાર કોંગ્રેસને 10 હજાર રેમડેસિવિર,અમે વિના મૂલ્યે લોકને આપીશું

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવુ નિવેદન પણ આપ્યું હતુ કે, ગુજરાત સરકારની અણઆવતનો ભોગ રાજ્ય બની રહ્યું છે, હોસ્પિટલમાં બેડ નથી અને ઓક્સિજનનો અભાવ છે, એક વર્ષ બાદ પણ સરકારે કંઈ કર્યુ નથી.

કોંગ્રેસ રાજકીય બાબતોને બાજુએ મૂકી સરકાર સાથે મસલત કરવા તૈયાર છે. સરકાર કોંગ્રેસને 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપે. કોંગ્રેસ વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ઇન્જેક્શન આપશે. કાયદાકીય અને આરોગ્યના રૂલ્સ સાથે કોંગ્રેસને મંજૂરી આપે. કોંગ્રેસના તમામ કાર્યાલયો કોવિડ કેર સેન્ટર માટે આપવા તૈયાર છે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news