સુરતમાં તૈયાર થઈ રહ્યું છે ઓક્શન હાઉસ જે દુબઈની જાહોજલાલીને આપશે ટક્કર..

દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પો સુરતમાં નિર્મિત થઈ રહેલા ડાયમંડ બુસઁનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. વિશ્વના નામાંકિત બિઝનેસમેનો એ સુરત ખાતે ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દાખવી છે.સાથે જ સુરતના ડાયમંડ બુર્સનું જાન્યુઆરી ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે.

જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઓક્શન હાઉસ વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ બનશે. ડાયમંડ બુર્સમાં ઓકશન હાઉસ ૫૦ હજાર સ્ક્વેર ફુટમાં તૈયાર કરાયું છે.

દુબઈમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન ઓપચ્યુઁનિટી વિશે આયોજિત એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઈના ૧૦થી વધુ રોકાણકારો સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડબુર્સ ઓફિસ ખરીદવા માટેની તૈયારી દાખવી છે. દુબઈમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં સુરતમાં નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સ નું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઈને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ગુજરાત રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે.

સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે. દુબઈની તાજ બિઝનેસ હોટલમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ માટે વિશ્વ કક્ષાનું મોટામાં મોટું સેન્ટર આકાર પામી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news