મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNG-PNGના ભાવમાં કર્યો વધારો…

    અઠવાડિયાના અંતમાં પ્રજાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.અને અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNG ગેસના ભાવમાં 2. 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGમાં ભાવમાં 3 રૂપિયા 91 પૈસા વધાર્યા છે. આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે અને જ્યારે PNG ગેસના નવા ભાવ રૂપિયા 48.50 થયા છે.

    મોંઘવારીથી પીડાતી પ્રજા પર વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી – ગુજરાત ગેસનો ભાવ એકસમાન થતાં જ ગ્રાહકોને મળતા નાના લાભ પણ છીનવાયા છે.અને ગયા મહિનામાં અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો.અને આમ ગુજરાત ગેસના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા જ્યારે PNGમાં જુના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.