કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપનો નોટો ની લ્હાણીનો વધુ એક VIDEO વાયરલ થતા ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે થવા જઈ રહ્યું છે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. એવામાં ચૂંટણી પહેલા વાયરલ થયેલા એક વીડિયોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આ વીડિયોમાં કેટલાક લોકો રાત્રીના સમયે રૂપિયાનું વિતરણ કરતા દેખાઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ મત માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. કોઈક સાડીની લ્હાણી કરે છે તો કોઈક નોટોની લ્હાણી કરે છે, ત્યારે હાલ એક વીડિયોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને જેમાં કેટલાક લોકો રાત્રીના સમયે રૂપિયાનું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો દાંતા વિધાનસભા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમીરગઢના સુરેલા ગામે ભાજપ સભામાં કાર્યકરો દ્વારા પૈસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ વીડિયોની અસ્મિતા ન્યૂઝ પુષ્ટી કરતું નથી.

આપને જણાવી દઈએ કે, ગતરોજ પણ દાંતા પંથકનો એક વીડિયો વાયરલ થયો હતો, વાયરસ વીડિયોમાં આદિવાસી લોકોને ખુલ્લેઆમ નીતે બેસાડીને રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં દાંતાનાં ભાજપનાં અગ્રણી એલ.કે બારણ પણ ફરતા જોવા મળ્યા હતા. ભાજપ કાર્યકર પૈસા આપતા વીડિયો પર ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદ બાદ ફરી એક આવો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.