યમરાજ બનીને લોકોને હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત કરનાર અનુરાગ દુબે આજે જીવ બચાવવા કરી રહ્યા છે સંઘર્ષ…

રસ્તાઓ પર ક્યારેક યમરાજ બની લોકોને હેલમેટ પહેરવા માટે અનુરાગ દુબે જાગૃત કરતો હતો. પરંતુ એક ઘટનાએ તેની આખી જિંદગી જ ખરાબ કરી નાખી. આજે પોતાના ભાઈ અનુરાગની મદદ માટે તેની બહેન સૃષ્ટિ કુમારી સોશિયલ મીડિયા પર મદદ માટે વિનંતી કરી રહી છે. અનુરાગ ગોપાલગંજ શહેરના હજિયાપુર મહોલ્લાનો રહેવાસી છે. પિતા પ્રમોદકુમાર દુબેના કહ્યા અનુસાર કરોડરજ્જુમાં ઇજા થવાના કારણે ગોરખપુરની હોસ્પિટલમાં અનુરાગને દાખલ કરવામાં આવ્યો છે. સારવાર કરાવવા માટે મા-બાપે જમીન પણ વેચી નાખી છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. હવે સારવાર પાછળ ખર્ચ કરવા માટે કઈ પણ બચ્યુ નથી.

અનુરાગનું જીવન બચાવવા માટે બહેન સૃષ્ટિ કુમારીએ સોશિયલ સાઇટ્સ પર ઝુંબેશ ચાલુ કર્યો છે. અનુરાગની સારવારના આ ઝુંબેશમાં JDU ધારાસભ્ય અમરેન્દ્ર કુમાર ઉર્ફ પપ્પુ પાંડેથી લઇ સેંકડો લોકોએ આર્થિક મદદ કરી છે અને પરિવારને સરકાર તરફથી સારવાર માટે અત્યારસુધીમાં કોઈ મદદ મળી નથી. અનુરાગના પિતા પ્રમોદકુમાર દુબે અને માતા ઉમા દેવી દીકરાની સારવાર માટે ચિંતિત છે. પરિવારજનોના અનુસાર જાન્યુઆરી મહિનાથી જ અનુરાગની તબિયત ખરાબ છે.

અનુરાગ દુબે પાછલા વર્ષે બેંગ્લોર ભણવા માટે ગયો હતો. રસ્તો ઓળંગતા સમયે ગાડીએ ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં અનુરાગના કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઇ હતી. તે સમયે ઘણી સારવાર થઇ, આઠથી દસ લાખ રુપિયા સારવારમાં ખર્ચાઈ ગયા. થોડા દિવસો સુધી સ્થિતિ સારી રહી, પરંતુ જાન્યુઆરી મહિનાથી અચાનક કરોડરજ્જુનો દુખાવો વધી ગયો અને શરીર નબળું થવા લાગ્યું. શહેરના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને જ્યાં ચાર દિવસમાં એક લાખ 20 હજાર રુપીયાનો ખર્ચ થયો. ત્યારબાદ ગોરખપુરમાં રિફર કરવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.