આ શહેરો સિવાય પોલીસને ભીખ માંગતા બાળકો મળતાં જ નથી !

એક વર્ષમાં અમદાવાદમાં (AHMEDABAD) ભીખ (BEGGING) માંગતા ૨૫ બાળકોનું રેસ્કયું કરાયા .પરંતુ કોઈનાં માતા પિતા મળ્યાં નહીં.ગુજરાતમાં (GUJARAT) નાના-મોટા શહેરોમાં આંતરિક રસ્તાઓ લથી લઈને હાઈવે , ધાર્મિક અને પ્રવાસન સ્થળો ઉપરથી માંગતા બાળકો (CHILDREN) નજરે ચડવાએ સામાન્ય બાબત છે. પરંતુ ભીખ માંગવાની વૃદ્ધિ બંધ કરાવીને નાગરિક સમાજમાં (CIVIL SOCIETY) તેમના પુનઃ સ્થાપન માટે માતા-પિતા કે પરિવાર સુધી પહોંચતા કરાવવાની તેમની જવાબદારી છે તે પોલીસને રાજ્યના ત્રણ શહેરો સિવાય ક્યાંય આવા બાળકો મળ્યા નથી.

ભીખ માંગતા બાળકોને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવા સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં અમદાવાદ , સુરત અને રાજકોટ એમ ત્રણ શહેરમાંથી ૬૭ બાળકો ભીખ માંગવાની વૃતિ કરતાં મળ્યાં છે. વર્ષ ૨૦૨૦માં પોલીસે અમદાવાદમાં એક માંગતા ૨૫ બાળકોને રેસ્ક્યુ કર્યા હતા.

પરંતુ તેમાંથી એક પણ અને તેના માતા-પિતા સુધી પહોંચાડવામાં સફળતા મળી ન હતી. આથી આ ૨૫ એ ૨૫ બાળકને ચાઇલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપાયા છે. તેનાથી ઉલ્ટુ સુરત શહેરમાંથી રેસ્ક્યુ કરેલાં ૪૦ બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.