આરોગ્ય મંત્રાલયએ કોરોનાનાં લક્ષણોની યાદીમાં હવે આ બંનેનો સમાવેશ કર્યો

 

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ નવા લક્ષણો બહાર આવે છે. આજે, આરોગ્ય મંત્રાલયે કોરોનાના લક્ષણોની સૂચિમાં સ્વાદ અથવા ગંધના નુકસાનને શામેલ કર્યો છે.

ભારતમાં કોરોનાનાં હજારો એવા દર્દીઓ પણ છે. જેનામાં વાયરસનાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેમ છતા પણ રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, એવા દર્દીઓને asymptomatic કહેવામાં આવે છે, જેનામાં લક્ષણ તો નથી જોવા મળતા પરંતું કોરોના વાયરસનું અસ્તિત્વ હોય છે,

કોરોનાનાં સામાન્ય લક્ષણ આ પ્ર કારનાં હોય છે, જેમ કે દર્દીને તાવ આવે છે, સુકો કફ અને થાક અનુભવાય છે, તે ઉપરાંત ગળું સુકાવું, શરીર અને માથામાં દુખાવો, ત્વચાનું સુકું પડવું, પગ અને હાથની આંગળીઓનો રંગ બદલાવો સહિતનાં લક્ષણોનો સમાવેશ થાય છે. ગંભીર રૂપે પિડિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને છાતીમાં દુખાવો થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news