કોરોનાના કેસ વધતા આ દેશે ભારત સહિત 8 દેશની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો..

    હોંગકોંગ દ્વારા બુધવાર જાહેરાત કરવામાં આવી છે કે, ઓમીક્રોનના સંક્રમણના પ્રકોપના કારણે 8 દેશની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આઠ દેશમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, UK અનેUSનો સમાવેશ થાય છે. આ દેશમાં હવાઈ મુસાફરી કરતા કોઈ પણ મુસાફરને હોંગકોંગમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આ દેશોમાં રહેતા લોકોને હોંગકોંગના પ્રવાસ માટેની મંજૂરી આપવામાં આવશે નહીં.

    હોંગકોંગમાં એક જહાજ પર હાજર રહેલા લોકોને કોરોના ટેસ્ટીંગ દરમિયાના જહાજ પર જ રહેવા માટેની સુચના આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, જહાજમાં સવાર યાત્રીઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ જહાજને પરત જવાના આદેશ આપવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ અધિકારીઓએ રીયલ કૈરેબિયનના જહાજ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ જહાજને બુધવારના રોજ એક દિવસ પહેલા જ પરત આવવાનો આદેશ આપ્યો છે અને આ જહાજે રવિવારના રોજ યાત્રા શરૂ કરી હતી અને તે બુધવારે સવારે હોંગકોંગ પહોંચ્યું હતું.

    છેલ્લા 7 મહિનામાં કોરોના વાયરસથી મુક્ત થયા બાદ છેલ્લા ઘણા અઠવાડિયાથી કોંગકોંગમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન વેરિયન્ટના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી અધિકારીઓ સહિત લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં 25 ડિસેમ્બરના રોજ 25 કેસ સામે આવ્યા હતા. એપ્રિલ બાદ આ સૌથી વધારે સંખ્યા છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.