કામની વાત/ પુર અથવા ભારે વરસાદના કારણે પાક બરબાદ થયો છે તો તેની ચિંતા કરતા નહીં, સરકાર કરશે ભરપાઈ

આ વર્ષે દેશમાં કેટલાય ભાગમાં ભારે વરસાદ થયો છે. કેટલાય જગ્યા પર પુરની સ્થિતિ બની ગઈ છે. જેનાથી પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આસામ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પુરના કારણે પાકને ભારે નુકસાન થયું છે. મધ્ય પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે હજારો એકર પાક નષ્ટ થયો છે. પણ જો આપે પીએમ ફસલ વિમા યોજના લીધી હશે, તો સરકાર તેના માટે ભરપાઈ કરી દેશે.

આવી રીતે ઉઠાવો વીમાનો ફાયદો

દેશના કેટલાય રાજ્યોમાં કિસાન ફસલ વિમાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેના માટે ખેડૂતોએ એક ફોર્મ ભરવાનું હોય છે. તેને આપ ઓનલાઈન અથવા ઓફલાઈન પણ ભરી શકશો. ખેડૂતો જો ઓનલાઈન અપ્લાઈ કરવા માગે છે તો, તો તેના પીએમ ફસલ વિમા યોજનાની વેબસાઈટ પર જઈને અપ્લાઈ કરી શકશે. તો વળી ઓફલાઈન અપ્લાઈ કરવા માટે નજીકની બેંક, કો ઓપરેટિવ સોસાયટી અથવા તો સીએસીમાં જઈને અપ્લાઈ કરી શકશે. ખેડૂતોને વિમા માટે પાક વાવણીના 10 દિવસની અંદર અપ્લાઈ કરવાનું રહેશે. ત્યારે જ પાક વીમા માટે પાત્ર ગણાશે.

પ્રીમિયમ કેટલું છે?

ખેડૂતોએ વીમા માટે નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવું પડશે. જે અંતર્ગત ખરીફ પાક માટે વીમાની રકમના 2 ટકા, રવિ પાક માટે 1.5 ટકા અને વાણિજ્યિક અને બાગાયતી પાકો માટે વધુમાં વધુ 5 ટકા ચૂકવવાની રહેશે. બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ચૂકવે છે. જણાવી દઈએ કે પીએમ ફસલ બીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સીઝન 2016થી શરૂ કરવામાં આવી હતી.

72 કલાકમાં જાણ કરો

જો તમારા પાકને વરસાદ અથવા કુદરતી આફતને કારણે ભારે નુકસાન થયું છે, તો 72 કલાકની અંદર, વીમા કંપનીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જાણ કરવી પડશે. પાકને કેટલું નુકસાન થયું છે તે વીમા કંપની જોશે. આ મૂલ્યાંકન પછી આગળની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ વળતરની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.