રબને બના દી જોડી.. મેચ પૂરી થતાં જ ચેન્નઈ સુપર કિંગ્સનાં આ પ્લેયરે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું…જુઓ વિડીયો..

આઈપીએલ ૨૦૨૧માં ગુરુવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ એ ચેન્નાઈ સુપરકિંગ્સ ને હરાવી હતી. મેચ પૂરી થયા બાદ મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ ને સ્ટેન્ડમાં જ પ્રપોઝ કર્યું. આ નજારો જોઇને બધા હેરાન થઈ ગયા. અને આ અદભુત ક્ષણ થોડા જ સેકન્ડોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

જ્યારે મેચ પૂરી થઈ તેના તરત જ દિપક ચાર સ્ટેન્ડમાં પહોંચ્યો અને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. દીપક ચાહર એ એક ઘૂંટણ પર જઈને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. જે દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ પણ તાળીઓ પાડી હતી. ત્યારે દીપકને જવાબમાં હા મળ્યો ત્યારે બંને એકબીજાને ગળે લગાવ્યાં.

દિપક ચાહે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની આ ખાસ શેર કરી છે કે બે તસ્વીરો મુકી કેપ્શન આપ્યું કે તસવીર જ બધું કહી રહી છે. આપ સૌને આશીર્વાદની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, દીપક ચાહર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો મહત્વનો હિસ્સો છે. જો કે ગુરુવારે રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેમનો સિક્કો કામ ન કરી શકયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news